રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલમાં 18 વર્ષના વિદ્યાર્થીએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે આ પગલું ભર્યું…

 રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલમાં 18 વર્ષના વિદ્યાર્થીએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે આ પગલું ભર્યું…

ગુજરાતમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલમાં રહેતા એક 18 વર્ષના વિદ્યાર્થીએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર આ પગલું ભરનાર વિદ્યાર્થીનું નામ તુષાર હરિકૃષ્ણભાઈ કાલકીયા હતું. તુષાર સ્વામિનારાયણ હોસ્ટેલમાં રહીને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે મૂળ બોટાદ નો રહેવાસી હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાની જાણ તુષારના પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની પરિવારને કોઇ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ અભ્યાસના કારણે ડિપ્રેશનમાં આવીને વિદ્યાર્થીએ આ પગલું હરી લીધું હશે તેવી શક્યતાઓ છે. તુષાર અભ્યાસ પણ કરતો અને સાથેસાથ સ્વામિનારાયણ સંસ્થામાં સેવા પણ આપતો હતો.

બે તારીખે તુષારે મોડી રાત્રે હોસ્ટેલના રૂમમાં ઘઉં માં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ત્યારબાદ તુષારને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યાંથી વધુ સારવાર માટે તેને બીજી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તુષારનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. તુષારના મિત્ર વર્ગની પુછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, કયો અભ્યાસ કરવો તેને લઈને તુષાર ખૂબ જ મૂંઝવણમાં રહેતો હતો. તુષાર ઘણી વખત UPSC, GPSCની તૈયારી કરવાની તો ઘણી વખત તે BCAનો અભ્યાસ કરવાની વાત કરતો હતો.

તેને કયો અભ્યાસ કરવો છે તે નક્કી કરી શકતો ન હતો. પરિણામે તેને ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હશે હાલમાં તેવું તારણ કાઢવામાં આવી રહ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Comments