ગુજરાતમાં પણ ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ટેક્સ ફ્રી

 કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારનું નિરૂપણ કરતી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારોએ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી હતી. હવે અક્ષય કુમારની આગામી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ઉપર ટેક્સ નહી લગાવવા માટે ગુજરાત સરકારે જાહેરાત કરી છે.
અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ઈતિહાસને રજૂ કરતી આ મૂવી પર રાજ્યમાં કોઈ ટેક્સ નહિ વસૂલાય.
આ અગાઉ લોન્ચિંગ પૂર્વે જ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારોએ મૂવીને ટેક્સ ફ્રી કરવાની ગત ગુરુવારે જાહેરાત કરી હતી. 
ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પૂર્વ મિસ વર્લ્ડ માંનુસી છીલ્લર પણ કામ કરી રહી છે. આ ઉપરાંત, ખાસ સ્ક્રીનીંગમાં હાજર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના રાજ્યમાં ફિલ્મ ઉપર કોઇપણ ટેક્સ લેવામાં નહી આવે એવી જાહેરાત કરી હતી. 
અઢી કલાક લાંબી આ ફિલ્મ માતૃભૂમિ માટેનો જંગ જ નહી પણ એ સમયની સંસ્કૃતિનું પણ નિરૂપણ કરે છે એમ જણાવતા અમિત શાહે સ્કીનિંગ વખતે કહ્યું હતું કે જે લોકો મહિલા સશક્તિકરણની અત્યારે વાત કરી રહ્યા છે તેમણે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે 1191ના યુદ્દમાં પરાસ્ત કર્યો હતો પણ બીજા વર્ષે તે હારી ગયા હતા. 
વર્ષ 1025માં મોહમ્મદ ઘોરીના આક્રમણથી શરુ થયેલી આ લડાઈ ભારતની આઝાદી સાથે ખત્મ થઇ છે. અહી ઉલ્લેખનીય છે કે ઘોરીએ ગુજરાતના કાંઠે આવેલા સોમનાથ મંદિરને એક કરતા વધારે વખત તોડી પાડી લુંટ ચલાવી હતી. 


Comments