ટી.પી.રસ્તા ખોલવાની ઝુંબેશ હેઠળ સરખેજ-મકતમપુરામાં ૧૧ કરોડના પ્લોટનું પઝેશન લેવાયું

 પૂર્વ વિસ્તારમાં ચોર લૂંટારુ ટોળકી બેફામ બની ચોરીયો અને લૂંટફાટ કરી રહી છે, મણિનગરમાં તેલના વેપારી પરિવાર સાથે કાકાની મરણ પ્રસંગે ઉત્તર ક્રિયા હોવાથી સવારે વતન ગયા હતા સાંજે આવીને જોયું તો મકાનના તાળા તોડીને તસ્કરો મકાનમાંથી રોકડા રૃા. ૮૦,૦૦૦ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃા. ૪.૫૪ લાખની મત્તાની ચોરી કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાાસ હાથ ધરી છે.
આ કેસની વિગત  એવી છે કે મણિનગરમાં રામબાગ ચાર રસ્તા પાસે સ્વામિનારાયણ મંદિર પાસે જયનગર સોસાયટીમાં રહેતાઅને ઇસનપુર પટેલ વાડી સામે જમનાદાસ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામથી તેલનો વ્યવસાય કરતા મહેશભાઇ એ  મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે કે વેપારીને કાકી મરણ પામ્યા હતા જેથી ગઇકાલે વતનમાં તેમની ઉત્તર ક્રિયા હોવાથી તેઓ પરિવાર સાથે સવારે વતન ગયા હતા. 
કપડવંજથી રાતે  ૯.૩૦ વાગે ફરિયાદીના પત્નીએ ઘરે આવીને જોયું તો મકાનના દરવાજાનો નકૂચો તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૃમનું તાળું તોડીને લાકડી કબાડના ડ્રોઅરમાંથી રોકડા રૃા. ૮૦,૦૦૦ અને  રૃા. ૩.૬૫ લાખના સોના-ચાંદીના દાગી મળી કુલ રૃા. ૪.૫૪ લાખની મત્તાની ચોરી કરી હતી.

ટી.પી.રસ્તાઓ ઉપરના દબાણો દુર કરી રોડ ખોલવાની ઝુંબેશ હેઠળ શહેરના સરખેજ અને મકતમપુરામાં ૧૧ કરોડથી વધુની કીંમતના પ્લોટનું પઝેશન લેવાયુ છે.રોડ ઉપર બાંધવામાં આવેલા કાચા ઝૂંપડા ઉપરાંત રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.

ઈલેકશન વોર્ડ સરખેજમાં ટી.પી.સ્કીમ નંબર-૮૭ સરખેજ-ઓકાફ અને ફતેવાડીમાં સરખેજ-સાણંદ હાઈવે ઉપર પસાર થતા ૧૮ મીટરના ટી.પી.રસ્તા ઉપર રોડ ખોલવા પાંચ ઝૂંપડા ઉપરાંત ચાર કોમર્શિયલ મળી કુલ નવ બાંધકામ અને કમ્પાઉન્ડ વોલ તોડી પાડી ૨૯૦૧ ચોરસફુટના પ્લોટનું પઝેશન મેળવી રોડ ખુલ્લો કરાયો છે.

ટી.પી.સ્કીમ નંબર-૮૫,રીઝર્વ પ્લોટ નંબર-૯૭ કે જે સેલ ફોર રેસીડેન્સના હેતુ માટેનો છે એના ઉપર બાંધવામાં આવેલા ત્રણ રહેણાંક અને બે કોમર્શિયલ એમ કુલ મળી પાંચ યુનિટનું બાંધકામ દુર કરી ૨૩૫૦ ચો.મી.પ્લોટ કે જેની વર્તમાન બજાર કીંમત ૮.૫૦ કરોડ થાય છે એનું પઝેશન લેવામાં આવ્યુ છે.ઉપરાંત મકતમપુરામાં ટી.પી.સ્કીમ નંબર-૮૫ના રીઝર્વ પ્લોટ-૧૧૯ જેનો હેતુ સેલ ફોર રેસીડેન્સના ૮૫૪ ચો.મી.પ્લોટનું પઝેશન મેળવવામાં આવ્યુ છે.જેની વર્તમાન બજાર કીંમત ત્રણ કરોડ થવા જાય છે.

Comments