ઇટલીના આ ગામના લોકો સૂર્યપ્રકાશને પણ ઓન-ઓફ કરી શકે છે.

 
ઇટલીના આ ગામના લોકો સૂર્યપ્રકાશને પણ ઓન-ઓફ કરી શકે છે. 



ઇટાલીના મિલાન પાસે આવેલા વિંગલ્લે નામના ગામમાં સૂર્ય ઉગતો કે આથમતો ન હોવાથી અંધારામાં જીવવું પડે છે.હકિકત એવી છે કે જંગલો અને પહાડોની વચ્ચે રહેતા આ ગામમાં સૂરજના કિરણો પહોંચતા નથી.આવી સ્થિતિમાં ગામ લોકોએ પોતાનો સૂરજ બનાવ્યો છે.નવાઇની વાત તો એ છે આ ગામમાં મૂળ સૂરજ નહી પરંતુ લોકોએ અરિસામાંથી તૈયાર કરેલા સૂર્ય પ્રકાશથી ચલાવે છે.વિંગલ્લે ગામ મિલાનના ઉત્તર ભાગમાં ૧૩૦ કિમી નીચે વસેલું છે.ચોતરફના પહાડો સૂર્યને એવી રીતે કવર કરી લે છે કે આખો દિવસ સૂરજના કિરણોથી વંચિત રહેવું પડે છે.



જો કે વિંગલ્લેમાં રહેતા ૨૦૦ લોકોએ એવું માની લીધું હતું કે અજવાળુંએ પોતાના નસીબમાં જ નથી પરંતુ ગામના એક એન્જિનિયર અને આર્કિટેકટે ભેગા મળી આ સમસ્યાનો ઉકેલ લાવવા કમર કસી. સરકારમાં આ અંગે રજૂઆત કરીને તેમણે ૧ લાખ યુરો ખર્ચની મદદ મેળવી હતી. આ રકમ વડે ૮ મીટર પહોળો અને ૫ મીટર ઉંચો એક વિશાળ અરિસો અને ઓટોમેટિક ઓપરેટ થાય તેવી સોફટવેર સિસ્ટમ ખરીદી હતી.

 પહાડો પર ૧૧૦૦ મીટરની ઉંચાઇએ સેટ કરેલા અરિસાનો એંગલ સૂર્યના કિરણોનું રિફલેકશન ગામ પર પડે એ રીતે સેટ કર્યો.આ ઉપરાંત સેટ કરેલા કમ્પ્યૂટર પ્રોગામની મદદથી અરિસો પણ સૂરજની દિશા મુજબ સ્થાન બદલતો રહે છે.ગામ લોકો સૂર્યપ્રકાશની જરુર ના હોય ત્યારે બંધ પણ કરી શકે છે. લોકો દિવસ દરમિયાન દૂર પહાડ પરથી આવતું અરિસાનું રિફલેકશન જોઇને અંજાઇ જાય છે. જાણે કે સાક્ષાત સૂરજ હોય તેવો અનુભવ થતો હોવાથી લોકોએ અપના સૂરજ એવું નામ આપ્યું છે.

મિલાન વિસ્તારમાં આવતા લોકો આ ગામની  વિઝિટ લેેવાનું ચૂકતા નથી.આથી લોકોની આવકમાં પણ વધારો થયો છે.એક માહિતી મુજબ પૃથ્વી પર સૂરજ ૧૪૯.૬ મિલિયન કિમીની ઉંચાઇએ ઉગે છે.તેના કિરણોને પૃથ્વી પર આવતા ૮.૧૯ મીનિટ જેટલો સમય લાગે છે.જયારે વિંગ્લ્લે ગામના લોકો માટે સૂરજ બાજુની પહાડી પરથી જ ઉગે છે.તેઓને પ્રકાશની જરુર હોય ત્યારે મેળવી શકે છે અને જરુર ના હોય ત્યારે બંધ પણ કરી શકે છે.


Comments