PSI એ બે મિત્રોને કહ્યું કે તમે બન્ને દારૂ પીધેલા છો જો કેસ ના કરવો હોય તો વહીવટ કરવો પડશે
PSI એ બે મિત્રોને કહ્યું કે તમે બન્ને દારૂ પીધેલા છો જો કેસ ના કરવો હોય તો વહીવટ કરવો પડશે
ગુજરાતમાં દારૂબંધી છે તે સૌ જાણે છે દારુ પીવો અને વેચવો બન્ને ગુન્હો છે પણ કેટલાક લોકો અને તેમાં પણ ખાસ માલેતુજારોજયારે પીધેલા હોય અને કેટલાક પોલીસને હાથ ચઢી જાય તો કેટલાક પોલીસકર્મીઓએ છેલ્લા કેટલાક વર્ષોથી પીધેલાને પકડી અને કમાવવાનું સાધન બનાવી લીધું છે અને છોડવા માટે લાખોથી શરૂઆત થતી હોવાનું કેટલાક કિસ્સાઓમાં સામે આવ્યું છે, એવામાં વાત છે ગઈકાલે જામનગરની જ્યાં બે મિત્રોને પંચકોશી એ ડીવીઝનના એડહોક પીએસઆઈએ જો તમે બન્ને દારુ પીધેલા છે અને કેસ ના કરવો હોય તો એક વ્યક્તિ દીઠ 50 હજારની માંગની કરી હતી જો કે એસીબીએ પીએસઆઈને લાંચ લેતા ઝડપી પાડતા જામનગર પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે,
આ કેસની એન્ટી કરપ્શન બ્યુરો પાસેથી મળતી વિગતો મુજબ લાંચ લેતા ઝડપાયેલા જે.કે.રાઠોડ એડહોક પી.એસ.આઇ. પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર વાળાએ ઠેબા ચોકડી થી જામનગર તરફના રોડ પર 500 મીટર દૂર આ કેસના ફરિયાદી તથા તેના મિત્ર પોતાની કાર લઈ જતા હતા તે દરમિયાન જે.કે.રાઠોડે તેમની કાર રોકાવી બંને દારૂ પીધેલા છે તેવું જણાવી તેમના વિરુદ્ધ દારૂ પીવાનો કેસ કરી, કાર કબજે કરવી પડશે તેવું જણાવેલ અને અને જે.કે.રાઠોડે ફરિયાદી તથા તેના મિત્રને જણાવેલ કે જો દારૂનો કેસ ના થવા દેવો હોય તો બંનેએ 50-50 હજાર રૂપિયા આપવા પડશે...
તેવું જણાવતા, રકજકના અંતે બંનેના થઈ લાંચ પેટે કુલ 50 હજારની માંગણી કરેલ.પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી તેઓએ એસીબી ટોલ ફ્રી નં.1064 પર સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચના છટકા દરમિયાન એડહોક સેકન્ડ પીએસઆઈ ફરિયાદી પાસેથી લાંચના 50 હજારની ગેરકાયદેસર માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ સ્વીકારી ઝડપાઈ ગયા હતા આ કાર્યવાહી એસીબી રાજકોટ એકમના મદદનીશ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શનમાં જામનગર ACB કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
Comments
Post a Comment