સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા બુધવારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ અને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ ઈજાના કારણે આખી સિરિઝનો ભાગ બની શકશે નહીં. સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને હવે કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
BCCIએ બુધવારે સાંજે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી. કેએલ રાહુલને કમરની જમણી બાજુએ ઈજા થઇ છે જ્યારે કુલદીપ યાદવને નેટમાં બેટિંગ કરતી વખતે તેના જમણા હાથમાં ઈજા થઈ હતી. આ કારણે બંને ક્રિકેટરોને સિરીઝમાંથી બહાર થવું પડ્યું છે.
સીરિઝ માટે ભારતની T20I ટીમ:
ઋષભ પંત (C/W), હાર્દિક પંડ્યા (VC), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક (WK), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ , ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.
ઠક્કરનગર બાદ નારોલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પિતા-પુત્ર શાકભાજીની લારી લઇને જતા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા બોલેરા જીપના ડ્રાઇવરે લારી ચાલક યુવકને ટક્કર મારી હતી, જેથી બે દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નારોલથી અસલાલી તરફ પિતા -પુત્ર જતા હતા ઃ અકસ્માતમાં ઘાયલ યુવકનું બે દિવસની સારવાર દરમિયાન મોત
આ કેસની વિગત એવી છે કે નારોલ કોર્ટ પાસે રંગોલીનગર નજીક તુલસીનગરમાં રહેતા અને શાકભાજી વચીને પરિવારનું ગુજરાન ચલાવતા મનોજકુમાર રામપ્રસાદ ગડરીયા (ઉ.વ.૪૫) અને તેમના પુત્ર તા. ૪ના રોજ રાત્રે ૧૧ વાગે શાકભાજીના લારી લઇને નારોલથી અસલાલી તરફ સર્વિસ રોડ ઉપરથી જઇ રહ્યા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા બોલેરો જીપના ડ્રાઇવરે લારી ચાલક યુવકને ટક્કર મારતાં તેમને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આસપાસમાં લગાડેલા સીસીટીવી કેેમેરાના ફૂટેજ આધારે વાહન ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ ઠક્કરનગર પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં બાપુનગરમાં રહેતા વૃધ્ધ અંબાજી દર્શન કરીને પરત ફરીને લકઝરીમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલી મીની ટ્રકના ચાલકે ટક્કર મારતાં તેઓનું સ્થળ પર મોત નીપજ્યું હતું.
Comments
Post a Comment