અમદાવાદમાં કોરોનાના ૪૪ નવા કેસ,માસ્ક માટે કડકાઈથી અમલ કરાશે
માંડ થાળે પડેલી પરિસ્થિતિ બાદ અમદાવાદમાં ફરી એક વખત કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે.મંગળવારે દૈનિક કેસમાં તેર કેસનો વધારો થતા કોરોનાના નવા ૪૪ કેસ નોંધાયા હતા.હાલમાં અમદાવાદમાં કોરોનાના ૨૦૧ એકિટવ કેસ છે.વધેલા કોરોના સંક્રમણની સ્થિતિમાં આજથી શહેરના એસ.ટી.અને રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમ શરુ કરવાનો મ્યુનિ.તંત્રે નિર્ણય કર્યો છે.વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ માસ્ક માટે પણ કડકાઈથી અમલ કરાશે. ૬ જુને શહેરમાં કોરોનાના ૩૧ કેસ નોંધાયા હતા.૭ જુને કેસની સંખ્યા વધીને ૪૪ સુધી પહોંચી જતા તંત્ર માટે પણ આ બાબત ચિંતાનો વિષય બનવા પામી છે.મ્યુનિના હેલ્થ વિભાગે શહેર બહારથી અમદાવાદમાં રોજબરોજ મોટી સંખ્યામાં આવતા લોકોના કોરોના ટેસ્ટ માટે એસ.ટી. તેમજ રેલવે સ્ટેશન ખાતે ટેસ્ટિંગ ડોમ શરુ કરવા જેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ભાવિન સોલંકીએ તંત્ર તરફથી શહેરીજનોને સંક્રમણ વધી રહ્યુ છે આ સ્થિતિમાં માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરાઈ છે.જો કે આ ગતિથી સંક્રમણ વધતુ રહેશે તો નજીકના દિવસોમાં માસ્ક માટે કડકાઈથી અમલ શરુ થવાની સંભાવના છે. સાત દિવસમાં શહેરમાં ૨૧...